અમદાવાદના ખેલૈયાઓ કિર્તીદાનના તાલે ઝુમશે, નવરાત્રીને લઈ આ ખાસ આયોજન

અમદાવાદના ખેલૈયાઓ કિર્તીદાનના તાલે ઝુમશે, નવરાત્રીને લઈ આ ખાસ આયોજન

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 7:26 AM

Ahmedabad : શહેરના કેડી ફાર્મમાં 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી "ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ"નું આયોજન કરાયું છે.

લોકગાયક કિર્તીદાન ગઢવી (Singer Kirtidan gadhvi) પ્રથમવાર અમદાવાદમાં (Ahmedabad)  નવરાત્રીના ગરબાની રમઝટ બોલાવશે. અમદાવાદના ખેલૈયાઓ કિર્તીદાન ગઢવીના ગરબા પર થનગની ઉઠશે. શહેરના (Ahmedabad City)  કેડી ફાર્મમાં 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ”નું આયોજન કરાયું છે. જેમાં 10 હજારથી વધુ ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમી ઉઠશે. નવરાત્રી (Navratri) ખાસ આયોજન માલધારી ગ્રુપ સહિત અમદાવાદના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે બાદ ગરબાનું આયોજન

કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું (garba) આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં (gujarat govt) મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતાં આ વખતે GMDC ગ્રાઉન્ડમાં આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે,રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવા અંગે નિર્ણય લીધો છે.આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

g clip-path="url(#clip0_868_265)">