PGP 2024 : પહેલા લોકોને ગુજરાતી બોલવામાં શરમ આવતી, આજે લોકો ગુજરાતી શીખવા માગે છે : પાર્લે પટેલ

પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉપસ્થિત બ્રિટીશ ગુજરાતી કોમેડિયન પાર્લે પટેલે કહ્યું કે, એક સમય એવો હતો લોકોને ગુજરાતીમાં બોલવામાં શરમ આવતી. આજે લોકો ગુજરાતી શીખવા માગે છે. ડીજીટલ ક્ષેત્રે આગળ વધવું એટલું સરળ નથી, લોકોનો ટેસ્ટ બદલાતો રહે છે તમારે રોજ કંઈક અલગ આપવું પડે છે.

| Updated on: Feb 10, 2024 | 5:19 PM

ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. આ પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આ કાર્યક્રમ થકી વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક મંચ પર જોવા મળ્યા છે.

ત્યારે આ પ્રવાસી ગુજરાતી પર્વના પાર્લે પટેલ મહેમાન બન્યા છે. પાર્લે પટેલ બ્રિટીશ ગુજરાતી કોમેડિયન છે. પાર્લે પટેલે તેમની કારકિર્દી વિશે વાત કરતા જણાવ્યું કે, વિશ્વ ઝડપથી ઘણું ડિઝીટલાઈઝ થઈ રહ્યું હતું. ત્યારે મારે પણ ડિજીટલ થવું હતું ત્યારે મેં મારી ડિજીટલ જર્ની શરુ કરી. ડીજીટલ ક્ષેત્રે કામ કરી પૈસા કમાવા અંગેના સવાલ પર પાર્લે પટેલે કહ્યું કે આપણે ગુજરાતી છીએ એટલે ગમે તે રીતે પૈસા કમાવવાની તેવડ રાખીએ છીએ.

વધુમાં તેમણે કહ્યું કે, એક સમય એવો હતો લોકોને ગુજરાતીમાં બોલવામાં શરમ આવતી આજે લોકો ગુજરાતી શીખવા માગે છે. ડીજીટલ ક્ષેત્રે આગળ વધવું એટલું સરળ નથી, લોકોનો ટેસ્ટ બદલાતો રહે છે તમારે રોજ કંઈક અલગ આપવું પડે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">