Rajkot News : પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ, આજી ડેમમાં જીવના જોખમે સ્નાન કરતા જોવા મળ્યા લોકો, જુઓ Video
રાજકોટમાં પણ ડેમ વિસ્તારમાં જવા અને ડેમમાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
ચોમાસામાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. જેથી સાવચેતીના ભાગરુપે સ્થાનિકો અને પ્રવાસીઓને ડેમ વિસ્તાર, દરિયાકિનારા સહિતના જળાશયોની આસપાસ જવા તેમજ નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ છે. ત્યારે રાજકોટમાં પણ ડેમ વિસ્તારમાં જવા અને ડેમમાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આજી ડેમમાં લોકો કોઈ પણ ડર વગર નાહતા જોવા મળ્યા છે. કેટલાક લોકો જીવના જોખમે ડેમમાં નાહતા જોવા મળ્યા છે. જો કોઈ દુર્ઘટના બની તો જવાબદારી કોની જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ અગાઉ પણ આજી ડેમમાં કેટલાક લોકો સ્નાન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી પણ કરી હતી.
Latest Videos
Latest News