અમદાવાદઃ દોઢ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ, 34 વર્ષના આરોપી યુવકની વાડજ પોલીસે કરી ધરપકડ

અમદાવાદના વાડજમાં એક યુવકે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની માસૂમ બાળકીને બિસ્કીટ આપવાના બહાને બોલાવીને ઘરમાં લઈ જઇને દુષ્કર્મ આચરવાની ઘટનાને લઈ વાડજ પોલીસે ગુનો નોંધ્યો હતો. વાડજ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Harin Matravadia
| Edited By: | Updated on: Feb 13, 2024 | 5:35 PM

અમદાવાદના વાડજમાં દોઢ વર્ષની માસૂમ બાળકી પર એક યુવકે દુષ્કર્મ ગુજાર્યુ છે. વાડજ પોલીસ મથક હદની આ ઘટનામાં પશ્ચિમ બંગાળના યુવકે વિસ્તારમાં રહેવા દરમિયાન એક માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. યુવકે નજીકમાં જ રહેતી એક બાળકીને બિસ્કીટ ખવડાવવાના બહાને બોલાવીને ઘરમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ.

બાળકીના પરિવારને જાણ થતા જ બાળકીને સારવાર કરાવી પોલીસને જાણ કરી હતી. વાડજ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને દુષ્કર્મની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન 34 વર્ષીય આરોપી યુવકને પણ પોલીસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી યુવક સામે કાર્યાવાહી કરી છે.

માસૂમ પર દુષ્કર્મ

વાડજ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર તેના બાળકોને ઘરે મૂકી મજૂરી કરવા બહાર ગયું હતું અને થોડીવારમાં જ બાળકીના પિતા ઘરે પરત ફરતા નાની બાળકી ઘરમાં નહિ દેખાતા આસપાસમાં તેની શોધ કરી હતી. જ્યાં દીકરી નજીકના ઘરની બહાર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીના માતા-પિતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની હકીકત સામે આવી હતી. બાળકીના પરિવાર દ્વારા વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી જેલને હવાલે યુવકને કર્યો હતો.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શ્રમિક પરિવારની બાજુમાં જ રહેતા પશ્ચિમ બંગાળના અન્ય એક શ્રમિક યુવક દ્વારા બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.  જે બાદ એરોપી છેલ્લા બે ત્રણ દિવસથી ઘરે રહેતો ન હતો. આરોપીએ બાળકીને બિસ્કીટ ખવડાવવાનું કહી પોતાના ઘરમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મમાં આચર્યું હતું. જે બાદ બાળકી રડવા લાગતા તેને ઘરની બહાર લોહી લુહાણ હાલતમાં મૂકી દીધી હતી. ફરિયાદને આધારે વાડજ પોલીસે જય પંચન હલદર નામના આરોપીની ધરપકડ કરી છે. જે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ રહી મજૂરી કામ કરતો હતો અને પોતે અપરણિત છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બે ભેજાબાજોએ હીરા દલાલને રૂપિયા 1.11 કરોડમાં નવડાવ્યો!
બે ભેજાબાજોએ હીરા દલાલને રૂપિયા 1.11 કરોડમાં નવડાવ્યો!
કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ
કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ
ખંભાળિયા પંથકમાં માવઠું, ખેડૂતોના પાકને નુકસાન
ખંભાળિયા પંથકમાં માવઠું, ખેડૂતોના પાકને નુકસાન
કેડિલાના CMD સામે દુષ્કર્મનો આરોપ, યુવતી પોલીસના રિપોર્ટનો કરશે વિરોધ
કેડિલાના CMD સામે દુષ્કર્મનો આરોપ, યુવતી પોલીસના રિપોર્ટનો કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">