Navsari : ખેરગામમાં નવનિર્મિત પોલીસ સ્ટેશન અને આવાસોનું ઈ – લોકાર્પણ કરાયું

આ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં ખેરગામના ગામોના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. આ અવસરે આવાસોનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 1:38 PM

નવસારી(Navsari) જિલ્લાના ખેરગામ(Khergam Police Station)માં રૂપિયા 2 કરોડ ઉપરાંતનાના ખર્ચે આકાર પામેલા ખેરગામ પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ(HM Amit Shah)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ નડિયાદ ખાતેના કાર્યક્રમમાંથી વર્ચ્યુલી(Virtual Inauguration) કરવામાં આવ્યું હતું . આ અવસરે સ્થાનિક કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નરેશ પટેલે વિશેષ રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે નવનિર્મિત પ્રકલપની તકતીનું અનાવરણ કર્યું હતું. પોલીસ સ્ટેશન કર્યરત થયા બાદ સ્થાનિકો લોકોને પોલીસ તંત્રની સુવિધાઓ સારી , સરળતાથી અને સમયસર મળી રહેશે.

આ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં ખેરગામના ગામોના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. આ અવસરે આવાસોનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવો ખેરગામ તાલુકો સ્થાપિત થયા બાદ ટૂંક જ સમયમાં ખેરગામ પોલીસ સ્ટેશન બનવાથી કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા આ પગલું ભરવામાં આવ્યું છે. આ અવસરે પોલીસ ર્મચારીઓએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દૂર રહી લોકોની કરેલી સેવાને બિરદાવવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખેરગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ પુરવાર થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરે આ અવસરે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા એ જ સરકારની પ્રાથમિકતાના ઉદ્દેશ્ય સાથે તેમણે પોલીસ ખાતાને સમાજનું અવિભાજ્ય અંગ ગણાવ્યું હતું . વધુમાં તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ખેરગામમાં નિર્માણ થયેલ પોલીસ સ્ટેશન સ્થાનિક વિસ્તારોમાં ગુનાઓ રોકવામાં અસરકારક સાબિત થશે .

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">