ગુજરાતમાં વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો, જુઓ Video
ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. Tv9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો.
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. ગુજરાતના વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેઓએ ખુશી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. Tv9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો.
તેમણે જણાવ્યુ કે પહેલા ખૂબ તકલીફોનો અનુભવ કર્યો છે. પાકિસ્તાનમાં જંગલરાજનો અનુભવ કરી અહીં આવ્યા હતા. હવે અમને નાગરિકતા આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં અમને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે.
આ પણ વાંચો- મોરબીમાંથી ફરી ઝડપાયો નશાકારક સિરપનો કારોબાર, ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ઝડપાયો જથ્થો, જુઓ Video
મહત્વનું છે કે ગુજરાતમાં 10,000 શરણાર્થીઓને CAA કાયદાનો લાભ મળશે. અત્યાર સુધી 3000 નાગરિકોને ગુજરાતમાં નાગરિકતા મળી છે. ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાન સિંધ પ્રાંતથી હિજરત કરીને લોકો આવ્યા હતા.