અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી , લોકોને સાવચેત રહેલા અપીલ

રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદ (Rain) થવાની આગાહી હવામાન વિભાગે (Meteorological department) કરી છે. આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 19, 2022 | 3:03 PM

ગુજરાતમાં (Gujarat)  ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ 50 ટકાથી વધુ વરસાદ (Rain) વરસી ચુક્યો છે. જો કે શરુઆતના વરસાદે જ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં તારાજી સર્જી દીધી છે. હજુ ઘણા સ્થળોએ પાણી ઓસર્યા પણ નથી. ત્યાં ફરી વરસાદ સમગ્ર રાજ્યને ધમરોળશે. આગામી આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે (Meteorological department) કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો 22,23 અને 24 જુલાઇએ પણ અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો ગાંધીનગર અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તો 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય: હવામાન વિભાગ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે. જેના પગલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

મેઘરાજાની તોફાની બેંટિંગ

મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં સોમવારે સવારે 6 કલાકથી મંગળવાર સવારે 6 કલાક સુધીમાં 137 તાલુકામાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. 30 તાલુકામાં 1 ઇંચથી લઇને 4 ઇંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા, તાપીના કુકરમુંડામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેર, છોટાઉદેપુરના સંખેડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તિલકવાડા, પાદરા, કપરાડા, ચોટિલામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

વહેલી સવારથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ

આજે એટલે કે 19 જુલાઇએ સવારે જ 16 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મહિસાગરના સૂત્રાપાડામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના શહેરા, મહિસાગરના કડાણામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે મોરવાહડફ, ઉમરપાડા, પેટલાદ, નડિયાદમાં પણ વરસાદ થયો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati