Ahmedabad: પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર
રસપુરમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરસપુર બાપુનગર જવાના રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને પગપાળા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ફરી એકવાર સામાન્ય વરસાદ (Rain) માં અમદાવાદ (Ahmedbad) શહેરના અનેક વિસ્તારોના હાલબેહાલ થયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ (Heavy rain) ના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. શારદાબેન હોસ્પિટલની બહાર ગોઠણસમા પાણી ભરાતા 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી. સાથે દર્દીઓના સગા અને તબીબો પણ પરેશાન થયા હતા. સરસપુરમાં ભારે વરસાદના પગલે નૂતનમિલ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. રખિયાલ તરફ જવાના રસ્તા પર પાણી ભરાતાં (Water logging) વાહનચાલકો અને પગપાળા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ તરફ સરસપુરમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરસપુર બાપુનગર જવાના રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
શહેરના મણિનગર વિસ્તારના જવાહર ચોકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઢિંચણસમા પાણી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. આવી હાલત માત્ર જવાહર ચોકની જ નહીં પરંતુ જવાહર ચોકથી ભૈરવનાથ સુધીના વિસ્તારમાં આજ સ્થિતિ છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અનેકના વાહનો બંધ થયાં છે તો અનેક લોકોએ વાહન દોરીને જવાનો વારો આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેના કારણે ઈસનપુર પોલીસ સ્ટેશનના આસપાસ વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. દોઢથી 2 ઇંચ વરસાદમાં જ મેટ્રો સિટી અમદાવાદની આ હાલત થઇ છે.