ઐતિહાસિક ઈડર ગઢ પર ઝરણા જીવંત બનતા પ્રકૃતિનો મનમોહક નજારો જોવા મળ્યો- જુઓ Video
ઐતિહાસિક ઈડર ગઢ પર ધોધમાર વરસાદ બાદ બે અલગ અલગ રંગના જળધારાઓનો અદભૂત નજારો જોવા મળ્યો છે. એક તરફ દૂધ જેવો શ્વેત જળ પ્રવાહ અને બીજી તરફ અલગ રંગનો જળ પ્રવાહ વહેતો જોવા મળ્યો, જે લોકો માટે કુતૂહલનો વિષય બન્યો છે. આ પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સાબરકાંઠાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સતત ધોધમાર વરસાદને પગલે ઐતિહાસિક ઈડરગઢ ખાતે ઝરણા જીવંત બન્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદના કારણે ગઢ પર જાણે વાદળોની ચાદર પથરાયેલી હોય તેવો નયનરમ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એક જ ગઢ પરથી બે અલગ અલગ રંગના ઝરણા વહેતા જોવા મળ્યા અને લોકોમાં પણ કુતુહલ સર્જાયું. ગઢ પરથી એક તરફ દૂધ જેવો શ્વેત જળ પ્રવાહ વહી રહ્યો છે તો બીજી તરફના ઝરણાનો રંગ ખુબ જ અલગ ભાસી રહ્યો છે.
ઐતિહાસિક ઈડર ગઢ ખાતે પ્રકૃતિની અદભુત શોભા જોવા મળી રહી છે. ગઢ પરથી વહેતા બે અલગ અલગ રંગની જળધારાઓએ દરેકના મન મોહી લીધા છે. એક જળધારાનો દૂધ જેવો શ્વેત રંગ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી જળધારાનો રંગ એકદમ અલગ છે. આ દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકોમાં કુતૂહલ પણ સર્જાયું છે. ઈડર ગઢના આ અદભૂત દ્રશ્યો પ્રકૃતિના સૌંદર્યનો અદ્ભૂત નજારો બન્યા છે.