રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 9 દિવસ માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ, જાણો શું છે કારણ

સૌરાષ્ટ્રના આ મોટા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જણસીની આવક થઇ રહી છે. ત્યારે નવ દિવસ સુધી કામકાજ બંધ રહેવાના કારણ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 12:35 PM

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડિંગ (March ending)ના કારણે માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) નવ દિવસ સુધી બંધ રાખવામાં આવશે. માર્કેટિંગ યાર્ડમાં આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થવાનું છે. જે બાદ 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે અને ખેડૂતો પોતાની જણસ સાથે યાર્ડમાં આવી શકશે.

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરૂ ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક થઈ રહી છે. સતત આવકના પગલે માર્કેટિંગ યાર્ડ પણ ઊભરાયા છે. જો કે આ વચ્ચે હવે નવ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે.

સૌરાષ્ટ્રના આ મોટા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જણસીની આવક થઇ રહી છે. ત્યારે નવ દિવસ સુધી કામકાજ બંધ રહેવાના કારણ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાનું ઉત્પાદન આગામી 24 માર્ચ પહેલા અથવા તો 2 એપ્રિલ પછી યાર્ડમાં લઈ જવું પડશે અને તો જ તેઓ વેચી શકશે.

દર વર્ષે સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડ 24 માર્ચથી 1 એપ્રિલની આસપાસ સુધી બંધ રાખવામાં આવે છે. માર્ચના હિસાબ-કિતાબને લઈ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવતો હોય છે. જેની ખેડૂતોને પણ સૂચના આપવામાં આવતી હોય છે.

આ પણ વાંચો-

ગુજરાતમાં ઉનાળાની શરુઆત, અમદાવાદ સહિત ગરમીનો પારો 17 શહેરમાં તાપમાન 38 ડિગ્રીને પાર

આ પણ વાંચો-

નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના ચાર યુવકોના મોત

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">