ગુજરાતમાં ઉનાળાની શરુઆત, અમદાવાદ સહિત ગરમીનો પારો 17 શહેરમાં તાપમાન 38 ડિગ્રીને પાર
હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.
ગુજરાત (Gujarat)માં ઉનાળાની ગરમી (Heat)ની શરુઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ આકરી ગરમી અનુભવાશે. હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગુજરાતવાસીઓ ગરમીથી તપી જશે.
ગુજરાતીઓએ આગામી ત્રણ-ચાર દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ, સુરતમાં 40 ડિગ્રી ગરમી પડવાની શક્યતા છે. રાજ્યમાં ગરમ પવનોથી તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.
ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ઉનાળો દિવસેને દિવસે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હોળી પહેલા જ રાજ્યમાં ગરમીની જ્વાળાઓ ફેલાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં સોમવાર એટલે કે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો-
Ahmedabd: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાશે, પગપાળા જતા યાત્રાળુઓની સુવિધા માટે ટ્રાફિક જાહેરનામુ બહાર પડાયુ
આ પણ વાંચો-