નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના ચાર યુવકોના મોત
ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે (Nadiad-Kheda Bypass Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત (Death) થયા છે. ચારેય મૃતક યુવકો અમદાવાદના રહેવાસી હોવાની માહિતી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લામાં નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં પૂરઝડપે આવતું એક બાઈક અચાનક અથડાઇ ગયું હતુ, જેમાં બાઈક પર સવાર ચારેય યુવકના મૃત્યુ થયા છે. ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
અકસ્માતની જાણ માતર પીએસઆઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઓવર સ્પીડ કારણે અકસ્માત થયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આમ છતા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહોને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો-
Ahmedabad: ક્ષત્રિય મહિલાઓએ ફાગ ઉત્સવની ઉજવણી કરી, રાજસ્થાની પરંપરાના રંગ જોવા મળ્યા
આ પણ વાંચો-