લોકસભા ચૂંટણી પહેલા ભાવનગરમાં ક્ષત્રિય સમાજમાં ઉઠ્યા નારાજગીના સૂર, પ્રતિનિધિત્વ આપવા ઉઠી માગ- વીડિયો

લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજમાં નારાજગીના સૂર ઉઠ્યા છે અને અવગણના થતી હોવાની પીડા વ્યક્ત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે વિધાનસભાથી લોકસભા સુધી ક્ષત્રિય સમાજને પુરતુ પ્રાધાન્ય અપાતું નથી અને અન્યાય થઈ રહ્યો છે.

Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 12, 2024 | 11:15 PM

ભાવનગરમાં લોકસભા ચૂંટણીમા હજું ઉમેદવાર જાહેર થયા નથી. પણ ત્રીજી નંબરની બહુમતી ધરાવતા ક્ષત્રિય સમાજમાં લોકસભાની ચૂંટણી પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે. એક સમય હતો કે રાજકીય પક્ષો વિધાનસભા અને લોકસભામાં ક્ષત્રિય સમાજના ઉમેદવારને અગ્રતા આપતી હતી. પણ છેલ્લા કટેલાક સમયથી અહિં જ્ઞાતીના સમીકરણ બદલાયા છે. ત્યારે ભાજપમાં ક્ષત્રિય સમાજની અવગણના થતી હોય તેવો ગણણાટ પણ શરુ થયો છે.

ભાવનગર વિધાનસભા કે લોકસભાની વાત થતી ત્યારે પરબતસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા, મહવીર સિંહ જેવા નામો હંમેશા યાદ કરાતા. તાલુકા પંચાયત થી જિલ્લા પંચાયત સુધી. વિધાનસભાથી લોકસભા સુધી ક્ષત્રિય સમાજને પુરતુ પ્રાધાન્ય અપાતું પણ હાલ પવનની દિશા બદલાઇ છે. ક્ષત્રિય સમાજની અવગણના થતી હોય તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા અને પક્ષને વફાદર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે અન્યાય થતો હોય તેવી ચર્ચા છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપમાંથી 3-3 ક્ષત્રિય ઉમેદવાર જીતીને આવ્યા હોવા છતા ચેરમેન પદ પર એક પણ ઉમેદવારની પસંદગી ન કરાઇ. ક્ષત્રિય સમાજના એક આગેવાનનો આક્ષેપ છે કે મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ક્ષત્રિય સમાજના આગેવાનને ભાજપમાં સાઇડ લાઇન કર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.

ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos
શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર લગાવો આ વસ્તુ, ચમકી ઉઠશે ચહેરો
વિશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપની, જાણો UltraTech નો કયો નંબર છે?

ક્ષત્રિય સમાજ ભાજપ સામે વિરોધ કરવાના મુડમાં નથી, પરંતુ ગાંધીનગર અને દિલ્લી બેઠેલા ભાજપના દિગ્ગજ નેતાઓ સુધી પોતાની રજૂઆતો અને અપીલ કરી રહ્યાં છે અને સમાજની વફાદારી અને નૈતિકની સામે સમાજના આગેવાનોને પક્ષ અને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી અરજ કરી રહ્યાં છે.

ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી-ભાવનગર

આ પણ વાંચો: કોંગ્રેસે પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે લલિત વસોયાને આપી ટિકિટ, વસોયાએ tv9 પર આપી આ પ્રતિક્રિયા- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">