ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયું હોય તો હવે રિન્યુ કરાવી શકાય ? જાણો શું છે નિયમ
જો લાયસન્સ વગર કોઈ ગાડી ચલાવતું પકડાય તો ટ્રાફિક પોલીસ તેની સામે કાર્યવાહી કરે છે અને દંડ વસૂલે છે. ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરી દ્વારા આપવામાં આવે છે. જે એક ચોકક્સ સમયગાળા માટે આપવામાં આવે છે. આ પછી તેને રિન્યુ કરાવવું પડે છે.

ભારતમાં ડ્રાઇવિંગને લગતા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ઘણા નિયમો છે, તમામ ડ્રાઇવરોએ આ નિયમોનું પાલન કરવું પડે છે. જે કોઈપણ આ નિયમોનું પાલન ન કરે તેને મેમો આપવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટના નિયમોમાં ડ્રાઇવિંગ લાયસન્સ અંગે પણ એક નિયમ છે. ભારતમાં તેના વિના કોઈ ગાડી ચલાવી શકતું નથી.
જો લાયસન્સ વગર કોઈ ગાડી ચલાવતું પકડાય તો ટ્રાફિક પોલીસ તેની સામે કાર્યવાહી કરે છે અને દંડ વસૂલે છે. ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરી દ્વારા આપવામાં આવે છે. જે એક ચોકક્સ સમયગાળા માટે આપવામાં આવે છે. આ પછી તેને રિન્યુ કરાવવું પડે છે. જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયું હોય. તો તેને રિન્યુ કેવી રીતે કરાવી શકાય, તેના વિશે આ લેખમાં જાણીશું.
આટલા વર્ષો સુધી રિન્યુ કરાવી શકાય છે લાયસન્સ
મોટર વ્હીકલ એક્ટ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં 40 વર્ષ સુધીની દરેક વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ પછી તેને એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યુ કરાવવું પડે છે. તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેની સમાપ્તિ પછી 1 મહિના સુધી માન્ય રહે છે. તમારે તે સમય દરમિયાન જ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું પડે છે. પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક વર્ષ સુધી રિન્યુ ન કરાવો. તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જશે. એટલે કે, જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ સુધી રિન્યુ કરાવ્યું નથી. તો તમારે ફરીથી તે જ પ્રક્રિયા ફરીથી કરવી પડશે, જ્યારે લાયસન્સ કઢાવતી વખતે કરી હતી.
આ રીતે ફરીથી અરજી કરી શકાશે
જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સની સમયસીમા સમાપ્ત થયાને 2 વર્ષ થયા છે. તો તમારે લાયસન્સ રિન્યુ કરાવવા માટે સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ માટે તમારે https://sarathi.parivahan.gov.in/ પર જવું પડશે. પછી તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે. આ પછી, ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ વિકલ્પમાંથી, તમારે ‘ડ્રાઇવર્સ લાયસન્સ સર્વિસ (રિન્યુઅલ / ડુપ્લિકેટ / AEDL / અન્ય)’ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. પછી તમારે ‘Next’ પર ક્લિક કરવાનું રહેશે.
તમારે આ માટે ફી ચૂકવવી પડશે. આ પ્રક્રિયા પછી તમે લીધેલી તારીખે તમારા અસલ દસ્તાવેજો અને ફી સ્લિપ સાથે આરટીઓ ઓફિસમાં જવાનું રહેશે. કારણ કે તમારું લાયસન્સ 2 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયું હતું, તમને તમારા ડ્રાઇવિંગ લાયસન્સ માટે પહેલા લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે અને પછી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે અને આ માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવો પડશે.