Bhavnagar : કોળિયાકના દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવ ખાતે યોજાયો લોક મેળો, જુઓ Video
ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો દર વર્ષે ભરાય છે. જૂની પરંપરા અનુસાર આ વર્ષે પણ નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે ભવ્ય લોક મેળો યોજાયો છે. જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો દર વર્ષે ભરાય છે.જૂની પરંપરા અનુસાર આ વર્ષે પણ નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે ભવ્ય લોક મેળો યોજાયો છે. જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. નિષ્કલંક મહાદેવ ખાતે યોજતા આ મેળાનું ખુબજ મોટુ મહત્વ ગણવામાં આવે છે.
આજના દિવસે ભાદરવી અમાસના નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાનનું ખુબજ મહત્વ ગણાય છે. ત્યારે ભગવાન શિવના દર્શન કાજે અને દરિયામાં સ્નાન માટે અને લોકમેળાની મોજ માણવા સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લોકો નિષ્કલંક ખાતે આવી પહોંચ્યા હતા.
આજે સોમવાર અને અમાસ હોવાને લઈને અને ભાદરવી અમાસના લઈને એક લાખ થી વધારે લોકો આવ્યા હતા. મેળામાં આવતા ભક્તો માટે શિરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્ચારે પ્રધાન પરષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ પ્રસાદીની વ્યવસ્થા કરી હતી. તો મેળામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.