Kutch : ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાયું, તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જુઓ Video
કચ્છમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કચ્છના ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાયું છે. ભારે વરસાદના પગલે તળાવ છલકાયું છે. જેથી ભુજવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આ તરફ હમીરસર તળાવ ભરાતા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરુ થયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરુ થતા તંત્ર એલર્ટ પર છે. જેના પગલે લોકો જોખમી રીતે તળાવ સુધી ન પહોંચે તે માટે તકેદારી લેવામાં આવી છે. હમીરસર તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીજી તરફ કચ્છના અબડાસમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ બાદ અનેક ગામની નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. સાંધવ,છડુરા, વિંઝાણ ગામમાંથી પાણી વહેતા થયા છે. સ્થાનિક નદીના પાણી ગામના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે.
Latest Videos