Banaskantha : કથળેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક વિવાદ, MLA ગુલાબસિંહ રાજપૂત પર ગંભીર આરોપ
વિજયાદશમીના કાર્યક્રમ દરમિયાન પ્રધાનજી ઠાકોરે 2021માં યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ધારાસભ્યએ વિરોધમાં કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
બનાસકાંઠા (Banaskantha) કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત (MLA gulabsinh rajput) પર ભેદભાવના આરોપ લગાવ્યા છે. વિજયાદશમીના કાર્યક્રમ દરમિયાન પ્રધાનજી ઠાકોરે 2021માં યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ધારાસભ્યએ વિરોધમાં કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે પ્રધાનજી ઠાકોર જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેમને આવનારી ચૂંટણીમાં (Gujarat Election) ટિકિટની માગણી કરી છે.
કોંગ્રેસની બાર સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ..!
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya) કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે રિબડીયા આજે વિધિવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં (Kamlam) આયોજીત ખાસ કાર્યક્રમમાં હર્ષદ રિબડીયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં (BJP) જોડાશે. મળતી માહિતી મુજબ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.