ગુજરાતમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ભાજપ નેતા સાથે દેખાયા

ગુજરાતમાં કોંગ્રેસના અન્ય એક પાટીદાર ધારાસભ્ય લલિત વસોયા(Lalit Vasoya)  ફરી એકવાર ચર્ચામાં છે. જેમાં ધોરાજીમાં ફરી એકવાર કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ભાજપ નેતા સાથે દેખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે..ધોરાજીમાં રાવણ દહન કાર્યક્રમમાં લલિત વસોયા ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 05, 2022 | 11:42 PM

ગુજરાતના વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)  પૂર્વે તોડજોડનું રાજ્કારણ ચરમસીમાએ પહોંચ્યું છે. જેમાં પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમજ ભાજપમાં(Bjp) જોડાવવાના હોવાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસના અન્ય એક પાટીદાર ધારાસભ્ય લલિત વસોયા(Lalit Vasoya)  ફરી એકવાર ચર્ચામાં છે. જેમાં ધોરાજીમાં ફરી એકવાર કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ભાજપ નેતા સાથે દેખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે..ધોરાજીમાં રાવણ દહન કાર્યક્રમમાં લલિત વસોયા ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા હતા.. લલિત વસોયા અને જયેશ રાદડિયાએ સાથે મળીને રાવણ દહન કર્યું હતું..

વિધાનસભાની ચૂંટણી નજીક છે..ત્યારે ફરી લલિત વસોયા ભાજપ નેતા સાથે દેખાતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે કે શું લલિત વસોયા ભાજપમાં જોડાશે.શું લલિત વસોયા કોંગ્રેસને અલવિદા કહી ભગવો ધારણ કરશે તેવી અટકળો ચાલી રહી છે..મહત્વનું છે કે અગાઉ પણ લલિત વસોયા પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી સાથે દેખાયા હતા..એટલું જ નહી વસોયાએ રૂપાણી સાથેનો ફોટો પણ સ્ટેટસમાં મુક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ  ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું  હતું હર્ષદ રિબડીયા વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમણે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું હતું. તેમજ કોંગ્રેસમાંથી છેડો ફાડયા બાદ રિબડીયાની ભાજપમાં જોડવવાની અટકળો તેજ થઈ છે.

આ દરમ્યાન વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય  હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati