AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-ઈંગ્લેન્ડ મેચની ટિકિટ મળશે ઓફલાઈન, જાણો સંપૂર્ણ માહિતી

Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-ઈંગ્લેન્ડ મેચની ટિકિટ મળશે ઓફલાઈન, જાણો સંપૂર્ણ માહિતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2025 | 8:37 AM
Share

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે. જેને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ક્રિકેટ રસીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચની ટિકિટનું હવે ઓફલાઈન પણ વેચાણ કરવામાં આવશે.

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે. જેને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ક્રિકેટ રસીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચની ટિકિટનું હવે ઓફલાઈન પણ વેચાણ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન ડે મેચ

આજથી એટલે કે 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ટિકિટનું વેચાણ કરવામાં આવશે. ઓફલાઈન ટિકિટ સવારે 10 થી 6 વાગ્યા વચ્ચેના સમયગાળામાં ખરીદી શકો છો. ત્યાં 1000 થી વધુના ભાવની ટિકિટોનું ઓફલાઈન વેચાણ કરવામાં આવશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચના ગેટ નંબર 1 પરથી ટિકિટ ખરીદી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ રમાશે બંને વચ્ચે વન ડે મેચ રમાવાની છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ યોજાવાની છે. જેનો લાભ દર્શકો સરળતાથી લઈ શકે તેના માટે ઓફલાઈન ટિકિટ વેચાણનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં 1 હજારથી વધુની કિંમતની ટિકિટનું વેચાણ કરવામાં આવશે.

Published on: Feb 09, 2025 08:35 AM
g clip-path="url(#clip0_868_265)">