ગુજરાતમાં ટ્રાફિક ચલણના નવા નિયમો, જાણો DL-RC પર શું અસર થસે..
ગુજરાતમાં 12 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ટ્રાફિક ચલણ સિસ્ટમ શરૂ થઇ છે. હવે ચલણ મળ્યાના 75 દિવસમાં રકમ ભરવી પડશે, જ્યારે પડકારવા માટે 45 દિવસનો સમય મળશે. નિયત સમયમાં ચુકવણી ન થતાં ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન સંબંધિત સેવાઓ સ્થગિત કરાશે.

ગુજરાત રાજ્યમાં 12 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ટ્રાફિક ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો હેઠળ ટ્રાફિક ભંગ કરનાર વાહનચાલકોને મળતા ચલણની ચુકવણી અને તેને પડકારવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
નવા નિયમ મુજબ, ટ્રાફિક ચલણ મળ્યાની તારીખથી 75 દિવસની અંદર તેની રકમ ભરવી પડશે. જો કોઈ વાહનચાલક ચલણ સામે વાંધો ધરાવતો હોય, તો તેને ચલણને પડકારવા માટે 45 દિવસનો સમય આપવામાં આવશે. જો 45 દિવસની અંદર ચલણ સામે પડકાર કરવામાં નહીં આવે, તો ચલણ સ્વીકાર્ય હોવાનું માનવામાં આવશે.
45 દિવસ પછી, જો ચલણને પડકારવામાં ન આવે, તો ચુકવણી માટે વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ સત્તાધિકારી સમક્ષ કરાયેલો પડકાર નામંજૂર થાય, તો આદેશ મળ્યાના 30 દિવસમાં ચલણની રકમ ભરવાની રહેશે.
નિયત સમયમર્યાદામાં ચલણની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેનાર વાહનચાલકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. સમયસર ચલણ ન ભરવામાં આવે તો વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ (DL) અને રજિસ્ટ્રેશન (RC) સંબંધિત સેવાઓ અટકાવી દેવામાં આવશે.
આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ટ્રાફિક ઉલ્લંઘનની કાર્યવાહીને વધુ વ્યવસ્થિત અને જવાબદાર બનાવવાનો છે. વાહનચાલકોએ હવે ચલણની તારીખ અને મુદત પર વિશેષ ધ્યાન આપવું પડશે, કારણ કે નિયમોનું પાલન ન કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે.
રાષ્ટ્રપતિ મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન, સિંધુ જળ સંધિ સ્થગિત કરવી રાષ્ટ્રીય હિતમાં, ખેડૂતોને થશે ફાયદો
