Breaking News : 6,000 કરોડના ડ્રગ્સ કેસનો કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયા દુબઈથી ભારત લાવવામાં આવ્યો
₹6,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયાને UAEથી ભારત લાવવામાં આવ્યો છે. NCBએ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
₹6,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયાને UAEથી ભારત પરત લાવવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બૈસોયા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તેની ધરપકડથી ડ્રગ્સ નેટવર્કમાં વધુ કડીઓ ઉકેલાય તેવી સંભાવના છે.
આ કેસની શરૂઆત 1 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મહીપાલપુર એક્સટેન્શન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળવાથી થઈ હતી.
તપાસમાં તેનું કનેક્શન ગુજરાતના અંકલેશ્વર સુધી પહોંચ્યું હતું. 13 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરની અવકાર ડ્રગ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડો પાડી આશરે ₹5,000 કરોડનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. કુલ 1289 કિલો કોકેન, મેફેડ્રોન અને 39.7 કિલો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળ્યાની માહિતી છે.
આ ડ્રગ્સ નેટવર્ક યુકે, મલેશિયા, પાકિસ્તાન, થાઇલેન્ડ અને દુબઇ સુધી ફેલાયેલું હોવાનું તપાસ એજન્સીઓનો દાવો છે. વીરેન્દ્ર બૈસોયાનું નામ દિલ્હી પોલીસના ₹13,000 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સંદીપ ધુનિયા સાથે પણ જોડાયેલું છે. બૈસોયાને સંદીપ ધુનિયાનો નજીકનો સાથી માનવામાં આવે છે. સંદીપ ધુનિયા દુબઈથી પાકિસ્તાન ભાગી ગયો હોવાના અહેવાલો છે. બૈસોયાની ધરપકડ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની ઊંડાણપૂર્વક તપાસમાં મદદરૂપ થશે.
આનંદ નિકેતન સ્કૂલ વિવાદ, રાષ્ટ્રગાન અને પુસ્તકોના આક્ષેપો પર બજરંગ દળનો ઉગ્ર વિરોધ
