કબૂતરબાજી કેસમાં 14 એજન્ટ પૈકી એક અમદાવાદનો ભાર્ગવ દરજી, તે નિર્દોષ હોવાનો પરિવારનો દાવો, જુઓ વીડિયો
ફ્રાંસના કબૂતરબાજીના ખેલમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો દાખલ થયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ 14 પૈકી એક એજન્ટ ભાર્ગવ દરજી અમદાવાદમાં જ રહે છે અને ન્યૂ રાણીપમાં તેનું ઘર છે. ફરિયાદ બાદ ટીવીનાઈનની ટીમ ભાર્ગવના ઘરે પહોંચ્યુ હતુ.

ભાર્ગવ દરજીના ઘરે પહોંચતા જાણવા મળ્યુ કે ભાર્ગવ હાજર નથી, પરંતુ તેની માતા સાથે વાતચીત થઈ છે. ભાર્ગવની માતાનો દાવો છે કે તે એજન્ટનું કામ કરતો જ નથી. કોઈએ ઈર્ષ્યામાં તેને ફસાવ્યો છે. તે જ્વેલર્સનું કામ છે અને આ જ કામથી ભાર્ગવ અત્યારે દિલ્હીમાં છે. તેણે તેના મિત્રને મદદ કરી હતી તે જ કેસમાં કોઈએ ખોટી રીતે ભાર્ગવને ફસાવ્યાનો તેની માતાએ દાવો કર્યો છે.
બીજી તરફ મહેસાણાના સાદડી ગામનો કિરણ પટેલ ગેરકાયદે કબૂતરબાજીના કેસનો 14 પૈકી એક આરોપી એજન્ટ છે. મહેસાણાના આ એજન્ટનું ઘાટલોડિયામાં મકાન છે. વિશ્વાસ બંગલોમાં રહેતો કિરણ અત્યારે તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે, તેના મકાનમાં કોઈ પ્રવેશ ન કરે તે માટે એક માણસ રાખ્યો છે. જે મીડિયાને પણ અંદર જવા નથી દેતો. CID ક્રાઈમે કિરણ પટેલના ઘરે તપાસ કરી છે, પણ તે મળી આવ્યો ન હતો. ઘાટલોડિયાના મકાનમાં તાળુ છે, છતાં કોઈ અંદર હોય તેવી આશંકા છે.