અમદાવાદમાં પોળના ધાબાના ભાડામાં તોતીંગ વધારો, પતંગરસિયાઓ હજારો રુપિયા ખર્ચી અહીં ઉત્તરાયણની માણે છે મજા, જુઓ વીડિયો
અમદાવાદના ધાબા પર પતંગ ચગાવવાના ભાડામાં તોતીંગ વધારો થયો છે.જ્યાં 5થી 10 હજારમાં પોળનું ધાબુ ભાડે મળતું હતું. તે ધાબાનો ભાવ 15થી 25 હજારને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીનો અલગ જ અંદાજ જોવા મળતો હોય છે.
અમદાવાદના ધાબા પર પતંગ ચગાવવાના ભાડામાં તોતીંગ વધારો થયો છે.જ્યાં 5થી 10 હજારમાં પોળનું ધાબુ ભાડે મળતું હતું. તે ધાબાનો ભાવ 15થી 25 હજારને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીનો અલગ જ અંદાજ જોવા મળતો હોય છે. ખાસ કરીને કોટ વિસ્તારોમાં તો આખું આકાશ જ પતંગોથી ઢંકાયેલું જોવા મળે છે.અહીં ઉત્તરાયણની ઉજવણી કોઇ યાદગાર સંભારણાથી કમ નથી હોતી.
આ જ કારણ છે કે પાછલા કેટલાક વર્ષોથી જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાના ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે મોંઘવારીને માર ધાબાના ભાડા પર પણ જોવા મળ્યો છે.એક સમયે બે દિવસ માટે રૂ. 5થી 10 હજારમાં ભાડે ધાબું મળતું હતુ. આ વખતે 15થી 25 હજારમાં ભાડે મળે છે.આપને જાણીએ આશ્ચર્ય થશે તોતીંગ ભાડા છતાં એક મહિના પહેલાં જ લોકોએ ધાબાનું બૂકિંગ કરાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે અહીં માત્ર ધાબુ જ ભાડે નથી અપાતુ પણ સાથે VVIP સુવિધા અપાય છે. ધાબા માલિકો કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડે છે. ધાબા પેકેજમાં ઉંધીયું-જલેબી, ચીકી, શેરડી, બોર, બ્રેકફાસ્ટ અને ચા-પાણીની પણ સુવિધા આપવામાં આવે છે. ભાડાનો દર પણ ધાબાની સાઇઝને જોઇને નક્કી કરવા આવે છે.જો એકલ દોકલ પતંગ રસિક હોય તો 2થી 5 હજારમાં ધાબા પર એન્ટ્રી મળી શકે છે. મહત્વપૂર્ણ છે કે કોટ વિસ્તારમાં ધાબા ભાડે રાખવામાં વિદેશ અને બહારગામના લોકોની સંખ્યા વધુ હોય છે.
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
