બનાસકાંઠાના ધાનેરામાં જિલ્લા વિભાજનનો વિરોધ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ ભાવુક થઈ ગયા. આ ધરણા પ્રદર્શનમાં તેમણે એવુ કહ્યુ કે અમે ન ગમતા હોઈએ તો પાકિસ્તાન મોકલી દો. આટલેથી ન અટક્તા મફતલાલે કહ્યુ વાવ થરાદ મોકલવા કરતા જલિયાલાલામાં મારી નાખો,અમારે રોજ રોજ મરવું એના કરતા એકજ વાર મરવું સારુ. જ્યારથી બનાસકાંઠામાં વાવ થરાદને અલગ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારથી ધાનેરામાં નવા જિલ્લા થરાદની જગ્યાએ બનાસકાંઠામાં રહેવા માટેની લડત ચાલી રહી છે. ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના ધરણા પ્રદર્શનમાં હાજર રહી આપ્યું ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આ પ્રકારનું નિવેદન આપતા જોવા મળ્યા હતા.
બનાસકાંઠાના વિભાજન બાદથી વિરોધની આગ સતત વધી રહી છે. દિયોદરના લોકો આક્રોશ સાથે હજી પણ મેદાને છે, વિભાજનથી અસંતુષ્ટ છે. જ્યારથી વિભાજનની જાહેરાત થઈ ત્યારથી લઈને આજ દિન સુધી અલગ અલગ વિસ્તારના લોકો રસ્તા પર આવી રહ્યા છે. કેટલાક લોકો ઓગડને અલગ જિલ્લો બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ માગ સાથે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનનું એલાન પણ કરવામાં આવ્યું હતુ. બીજી તરફ દિયોદર પ્રાંત કચેરીએ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યા. સાથે જ આગામી સમયમાં ઓગડ જિલ્લા સંકલન સમિતિ આમરણ ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવુ રહેશે કે આગામી સમયમાં વિરોધની આગ ક્યાં સુધી જશે. જ્યારથી