વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો, પરંતુ હાલાકી યથાવત, જુઓ Video

વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો, પરંતુ હાલાકી યથાવત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2024 | 11:56 AM

વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતા વડોદરાવાસીએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હજી પણ સંકટતો યથાવત જ છે.

વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતા વડોદરાવાસીએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હજી પણ સંકટ તો યથાવત જ છે. આજે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 32.50 ફૂટ પહોંચી હતી. ત્યારે ગઈકાલે નદીની સપાટી 35.25 ફૂટ હતી. આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ સ્થિર થઈ છે. જો કે અનેક વિસ્તારોમાંથી રાત્રે પાણી ઓસરવા લાગ્યા છે. જેમાંથી અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે.

વરસાદ બંધ છતા પાણી ઓસર્યા નથી

બીજી તરફ વડોદરામાં બે દિવસથી વરસાદ બંધ છતા કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. અજિતાનગર સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લોકોના ઘરમાં 3 ફૂટ પાણી ભરાતા ભારે નુકસાન થયુ છે. જેના પગલે ઘર વખરી પાણીમાં તણાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરમાં રહેલી મોંઘીદાટ વસ્તુઓ બગડી જતા લોકોને રડવાનો વારો આવ્યો છે. જો કે ઘરમાં પાણી ભરાઇ જતા જીવન જીવન ખોરવાયું છે. જેના પગલે પીવાના પાણી અને ખોરાક માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">