Video : અનરાધાર વરસાદને કારણે રાજકોટનું લાઠ ગામ જળમગ્ન, 10 ખેતમજૂરોનું કરાયું રેસ્ક્યુ

ગત મોડી રાતે ભારે વરસાદના કારણે લાઠ ગામમાં ખેતરોમાં કામ કરતા 10 લોકો ફસાયા હતા. જેમાં 8 ખેતમજૂર હતા અને બે બાળકો હતા. ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ લોકો પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હતો. ત્યારે સરપંચે મદદ માગતા SDRFની ટીમ આવી પહોંચી હતી અને તમામને બચાવી લેવાયા હતા.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 22, 2024 | 8:55 PM

રાજકોટમાં ધોધમાર વરસાદે સ્થિતિ એવી કરી નાખી છે કે, જે વ્યક્તિ જ્યાં હતા, ત્યાં જ ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ના તો બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો કે ન એવો સમય મળ્યો કે પોતે સલામત સ્થળે ખસી શકે. લાઠ ગામમાં પડેલા વરસાદ બાદ પણ સ્થિતિ આવી જ સર્જાઈ છે.

ગત મોડી રાતે ભારે વરસાદના કારણે લાઠ ગામમાં ખેતરોમાં કામ કરતા 10 લોકો ફસાયા હતા. જેમાં 8 ખેતમજૂર હતા અને બે બાળકો હતા. ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ લોકો પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હતો. ત્યારે સરપંચે મદદ માગતા SDRFની ટીમ આવી પહોંચી હતી.

ગઈકાલે રાતથી આ લોકો ફસાયા હતા, બીજા દિવસે સાંજે તેમને બચાવી લેવાયા છે. અહીંથી પસાર થવા માટે બોટ સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો. માત્ર ખેતમજૂરો જ નહીં લાઠ ગામના 4થી 5 વિદ્યાર્થીઓ કે જેઓ અભ્યાસ માટે ગયા હતા તે પણ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓને પણ બચાવી લેવાયા છે. SDRFના જવાનો આ તમામ માટે દેવદૂત સમાન સાબિત થયા છે.

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">