વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ સર્જી તારાજી, ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જુઓ Video

|

Aug 31, 2024 | 7:52 PM

વડોદરામાં પાદરા તાલુકાના વીરપુર, મેઢાદ, હુસેપુર, કોઠવાડા, સાદર સહિતના નદી કિનારાના ગામોમાં ભારે વરસાદથી નદીના પૂરના પાણીમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ખેતીના પાકને મોટું નુકશાન થયું છે. ત્યારે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ તત્કાલિન સર્વે કરી સહાય આપવા માગ કરી છે.

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પૂરથી તારાજી સર્જાઈ છે. પાદરાના ખેતરો હજી પાણીથી ભરાયેલા છે અને પાણીના કારણે ખેતરોમાં ઉભેલો પાક નિષ્ફળ જવાની આરે છે. વિશ્વામિત્રી નદીના પાણીથી હજારો વીઘાના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પૂરના પાણી ઓસર્યા પરંતુ ખેડૂતોનો સમગ્ર પાક નષ્ટ પામ્યો છે.

એવું કહેવાય કે ખેતી સારી થાય તો દિવાળી સારી જાય અને ખેડૂતોની દિવાળી તો પૂરના વિનાશથી આમ પણ બગડી ગઈ છે અને આર્થિક ભીંસની આ સ્થિતિમાંથી સરકાર ખેડૂતોને ઉગારે તેવી માંગ કરવામાં આવી છે. કુદરત સામે લાચાર અને આર્થિક રીતે પાયમાલ ખેડૂતોએ સરકારી સહાય માટે માંગ કરી છે.

એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ

પાદરા તાલુકાના વીરપુર, મેઢાદ, હુસેપુર, કોઠવાડા, સાદર સહિતના નદી કિનારાના ગામોમાં ભારે વરસાદથી નદીના પૂરના પાણીમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ખેતીના પાકને મોટું નુકશાન થયું છે. ત્યારે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ તત્કાલિન સર્વે કરી સહાય આપવા માગ કરી છે.

Next Article