Gujarati Video: પાનમ ડેમમાં ખૂટ્યો પાણીનો જથ્થો, જે ખેડૂતોએ ડેમ બનાવવા જમીન આપી એ જ ખેડૂતો પાણીથી વંચિત !

Gujarati Video: પાનમ ડેમમાં ખૂટ્યો પાણીનો જથ્થો, જે ખેડૂતોએ ડેમ બનાવવા જમીન આપી એ જ ખેડૂતો પાણીથી વંચિત !

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 8:00 PM

ચાલુ વર્ષે પંચમહાલનો પાનમ ડેમ અડધો જ ભરાયો છે. ડેમ ન છલકાતા છેલ્લા 3 વર્ષથી ડેમનો એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી. ડેમમાં સરેરાશ 50 ટકા જ પાણીની આવક રહેતી હોવાથી ખેડૂતોને પૂરતું પાણી મળી શકતું નથી.

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર રાજ્યના અનેક ડેમમાં રહેતા પાણીના જથ્થા પર પડી રહી છે. પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમ જાણે કે કોઇની નજર લાગી હોય તેમ છેલ્લા 3 વર્ષથી ડેમ નથી છલકાઇ રહ્યો.

ચાલુ વર્ષે પણ ડેમ અડધો જ ભરાયો છે. ડેમ ન છલકાતા છેલ્લા 3 વર્ષથી ડેમનો એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી. ડેમમાં સરેરાશ 50 ટકા જ પાણીની આવક રહેતી હોવાથી ખેડૂતોને પૂરતું પાણી મળી શકતું નથી. 2019માં ઉપરવાસના લીમખેડા, ધાનપુર, બારીયા પંથકમાં સારો વરસાદ પડતા ડેમ છલકાયો હતો. એ સમયે ડેમના 4 ગેટ ખોલાયા હતા. ત્યાર બાદ છેલ્લા 3 વર્ષમાં કેચમેન્ટ વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાતા ડેમ 50 ટકા જ ભરાઇ રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી 500 મી.મી વરસાદ પડતાં હાલ ડેમ 52 ટકા ભરાયો છે.

આ પણ વાંચો : Panchmahal Video : પાવાગઢમાં મંદિરના ગર્ભગૃહમાં પણ તિરંગો લહેરાયો, ભક્તોએ મંદિરમાં રાષ્ટ્રગીત ગાયુ

હાલમાં ડેમની જળસપાટી 123 મીટર છે જ્યારે તેની ભયજનક સપાટી 127.41 મીટર છે. હવે જો વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોની મુશ્કેલી પણ ચોક્કસ વધશે. પાનમ ડેમમાં પાણીની અછતને લઈને પાનમ કેનાલ આધારિત 5 તાલુકાના 132 ગામોના 36 હજાર હેકટર વિસ્તારના ખેડૂતોને સિંચાઇના પાણી વગર રહેવાનો વારો આવે છે.

જે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન ડેમ બનાવવા આપી છે તે વિસ્થાપિતોને જ પાનમ ડેમના પાણીનો લાભ મળી રહ્યો નથી. ત્યારે પંચમહાલના ગોધરા, કાલોલ અને સાવલી તાલુકાના છેવાડાના વિસ્તારોના ખેડૂતો નર્મદાનું પાણી પાનમ કેનાલમાં આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">