બનાસકાંઠા: ગ્રામ હાટ શરૂ ન થતા આદિવાસી મહિલાઓ રોડ પર બેસીને શાકભાજી વેચવા મજબૂર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બનાવવામાં આવેલ ગ્રામ હાટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પરંતુ આ ગ્રામ હાટને શરુ કરવામાં આવતુ નથી. મકાન હવે વણવપરાયે જ ખંડેર બની રહ્યું છે. તો બીજી તરફ ગ્રામ હાટને બદલે સ્થાનિક મહિલાઓએ રસ્તા પર જ બેસીને શાકભાજી વેચવી પડી રહી છે.
દાંતા તાલુકામાં 2017માં રાજ્ય સરકારે દાંતા તાલુકામાં ગ્રામ હાટ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર દુકાનો પ્રાથમિક સુવિધાઓ બનાવવામાં આવેલ. પરંતુ હજુ પણ સ્થાનિક આદીવાસી મહિલાઓને ગ્રામ હાટનું સપનું પુરુ થયુ નથી. જેને લઈ સ્થાનિક મહિલાઓએ રસ્તા પર જ ટોપલા લઇને શાકભાજી સહિતની ચીજો વેચવા બેસવાની મજબૂરી રહી છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા
અધિકારીઓ એક બીજા પર આ મામલે જવાબદારી ઢોળી રહ્યા છે. જોકે હાલ તો સરકારી ખર્ચ કર્યા બાદ હવે તે ભવન ખંડેર બનવા જઇ રહ્યુ છે. 6 વર્ષથી આમ જ બંધ પડી રહ્યુ છે. સ્થાનિક મહિલાઓએ રસ્તા પર જ શાકભાજી વેચવા વખતે પંચાયત અને પોલીસના દબાણ હટાવ સૂચનોને પાલન કરવા ટોપલા લઇને અનેકવાર ઉભા થઇ જવુ પડી રહ્યુ છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos