Weather Update : ગુજરાતમાં પડી રહી છે રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી, પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

ગુજરાતમાં હાલ ગરમી ત્રાહીમામ્ મચાવી રહી છે. માવઠાના કારણે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે આકરી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચે જશે તેવી આગાહી છે. ગુજરાતમાં પડી રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી રહી છે, પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2024 | 9:45 AM

ગુજરાતમાં હાલ ગરમી ત્રાહીમામ્ મચાવી રહી છે. માવઠાના કારણે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે આકરી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચે જશે તેવી આગાહી છે. ગુજરાતમાં પડી રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી રહી છે, પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે. અમરેલીમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.8, વડોદરામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગરમાં 43.4, અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવે રાજ્યનું આકાશ સાફ થતાં ફરી એકવાર સૂર્યનાં સીધાં કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવું પડશે. ગુજરાતભરમાં તાપમાનમાં વધારાની શરૂઆત થઇ ગઇ છે.

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેનાં સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવાયું છે. તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-loksabha Election 2024: અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરશે મેગા રોડ-શો, 7 વિધાનસભા બેઠકોને આવરી લેશે, આવતીકાલે ભરશે ફોર્મ

એપ્રિલ મહિનાથી શરૂઆતથી જ ગરમીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી હતી. જો કે માવઠાના કારણે થોડી રાહત મળી, પરંતુ હવે સૂર્યનારાયણ ફરી એકવાર પોતાનો આકરો મિજાજ બતાવવા માટે તૈયાર છે. એટલે આગામી કેટલાક દિવસો ગરમીથી સાચવજો.

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">