T20 World Cup 2024: સાઉથ આફ્રિકાએ ટીમની જાહેરાત કરી, અડધાથી વધુ ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે

ન્યુઝીલેન્ડ બાદ દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. ICC ટૂર્નામેન્ટમાં પહેલીવાર એઈડન માર્કરામ દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ટીમમાં સામેલ અડધાથી વધુ ખેલાડીઓ હાલ ભારતમાં IPLમાં રમી રહ્યા છે.

T20 World Cup 2024: સાઉથ આફ્રિકાએ ટીમની જાહેરાત કરી, અડધાથી વધુ ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે
South Africa
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 10:57 PM

ન્યુઝીલેન્ડ બાદ દક્ષિણ આફ્રિકાએ પણ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકાની 15 સભ્યોની ટીમની કમાન એઈડન માર્કરામના હાથમાં છે. ખાસ વાત એ છે કે 15 ખેલાડીઓમાંથી અડધાથી વધુ IPL રમી રહ્યા છે. આ સિવાય બે ખેલાડીઓની પસંદગીથી પણ ઘણું આશ્ચર્ય થયું છે. એડન માર્કરામ ICC ઈવેન્ટમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

2 ખેલાડીઓની પસંદગીએ ચોંકાવ્યા

દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓના નામ જેમની પસંદગીએ આશ્ચર્યચકિત કર્યું છે તે છે ક્વિન્ટન ડી કોક અને એનરિચ નોરખિયા. કારણ કે આ બંને ખેલાડીઓને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખ્યા હતા. પીઠની ઈજાને કારણે નોરખિયા સપ્ટેમ્બર 2023થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જ્યારે વર્ષ 2022 માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેનાર ડી કોકે પણ 2023 વર્લ્ડ કપ પછી ODIમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી

IPL રમી રહેલા આ ખેલાડીઓ ટીમમાં સામેલ

નોરખિયા અને ડી કોક હાલમાં IPL 2024માં રમી રહ્યા છે. ડી કોક ઉપરાંત હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ IPLમાં પણ રમી રહ્યા છે, જેમની હાજરીને કારણે દક્ષિણ આફ્રિકાની બેટિંગ મજબૂત દેખાઈ રહી છે, જ્યારે બોલિંગના મોરચે નોરખિયા સિવાય ગેરાલ્ડ કોએત્ઝી, માર્કો જાનસેન, કેશવ મહારાજ જેવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ તમામ બોલર્સ પણ હાલમાં IPL 2024માં વ્યસ્ત છે. માત્ર IPL રમનારા ખેલાડીઓને જ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા T20માં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું છે. રેયાન રિકલ્ટન અને બાર્ટમેન આવા બે ચહેરા છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે દક્ષિણ આફ્રિકાની ટીમ:

એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનેલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોરખિયા, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ.

રિઝર્વ : નાન્દ્રે બર્ગર અને લુંગી એનગિડી

આ પણ વાંચો : T20 World Cup 2024: ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 13 મહિના બાદ ઘાતક બોલરની વાપસી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો- CM
UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
g clip-path="url(#clip0_868_265)">