“જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ”, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

તેલંગાણાના ઝહીરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો.

જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 11:51 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારો પર ધર્મના આધારે અનામત આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અન્ય વંચિત જાતિઓને મળનારી અનામતનો લાભ ધર્મના આધારે મુસ્લિમોને આપવાની મંજૂરી નહીં આપે. પીએમ મોદીએ તેલંગાણાના ઝહીરાબાદમાં જાહેર રેલીને સંબોધિત કરતા ઉપરોક્ત વાત કહી.

“દેશનો પ્રથમ બંધારણીય સુધારો તેમના દાદીના પિતા, દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો”

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, “તેઓ બંધારણના નામે દેશને મૂર્ખ બનાવવા નીકળ્યા છે. તમે જાણતા જ હશો કે દેશનો પ્રથમ બંધારણીય સુધારો તેમના દાદીમાના પિતા, દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો અને તે ફ્રી સ્પીચ પર પ્રતિબંધ લગાવવાનો હતો અને અંતે તેમણે પ્રેસ પર પ્રતિબંધ મૂકતો સુધારો લાવવાનો પ્રયાસ કર્યો. બંધારણ પ્રત્યેની આ તેમની ભાવના છે. આમને બંધારણ સાથે કંઈ લેવાદેવા નથી. આ શાહી પરિવાર માટે જો સત્તા તેમની પાસે રહે તો બધું સારું છે અને જો સત્તા તેમના હાથમાંથી જતી રહે તો બધું નકામું છે.. આ એવા લોકો છે.”

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

“જ્યાં સુધી મોદી જીવિત છે એસસી, એસટી અને ઓબીસીની અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવા નહીં દઉ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, “આ એ લોકો છે જેઓ સંસદની કાર્યવાહી અટકાવે છે, તેઓ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવે છે, તેઓ ઈવીએમ પર સવાલ ઉઠાવે છે અને હવે તેઓ પોતાની વોટ બેંક માટે બંધારણને બદનામ કરવા નીકળ્યા છે, પરંતુ કોંગ્રેસવાળા સાંભળી લો, તેમના ચટ્ટાબટ્ટાઓ સાંભળી લો, તેમની સમગ્ર જમાત સાંભળી લો, જ્યાં સુધી મોદી જીવિત છે, હું દલિતોનો, એસસી, એસટી અને ઓબીસીની અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવા નહીં દઉં. નહીં દઉં અને નહીં જ દઉં. ”

કર્ણાટક સરકારના મુસ્લિમ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયની PM મોદીએ ટીકા કરી

આ પહેલા પણ પીએમ મોદીએ કોંગ્રેસનના નેતૃત્વવાળી સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના મુસ્લિમ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયની ટીકા કરી હતી. વડાપ્રધાને કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કહ્યું, “હૈદરાબાદમાં રામનવમીના સરઘસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી તેમની વોટ બેંક નારાજ ન થાય.”

“કોંગ્રેસ સત્તામાં આવશે તો વારસાગત ટેક્સ લાવશે”

ઝહીરાબાદની રેલીમાં પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આખું વિશ્વ પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે કોંગ્રેસે ભારતને ભ્રષ્ટાચારના બેડામાં નાખી દીધું હતું. વિશ્વ આર્થિક પ્રગતિ કરી રહ્યું હતું, પરંતુ ભારત પોલિસી પેરાલિસિસનો શિકાર હતું. એનડીએએ ખૂબ જ મહેનત કરીને ભારતને તે મુશ્કેલ સમયગાળામાંથી બહાર કાઢ્યું છે, પરંતુ કોંગ્રેસ દેશને તે જૂના દિવસોમાં પાછા લઈ જવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ વારસાગત કર લાદશે. કોંગ્રેસ વારસાil (માતા-પિતા પાસેથી મેળવેલ) પર ટેક્સ લાદીને તમારી સંપત્તિના 55 ટકા કબજે કરવાની યોજના બનાવી રહી છે.”

આ પણ વાંચો: 1લી મેથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, બેંકના ચાર્જિસથી લઈને LPG સિલિન્ડરના ભાવમાં આવી રહ્યા છે આ બદલાવ- વાંચો

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">