Ahmedabad Video : અમદાવાદીઓને ફાફડા-જલેબી ઝાપટવામાં નડશે મોંઘવારી, ભાવમાં આટલો વધારો થયો
દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધૂરૂ મનાય છે. અમદાવાદીઓ દશેરા (Dashera) પર્વે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી (Fafda-jalebi) આરોગી જશે. અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ વિજયાદશમીના પર્વને લઈ ખાસ તૈયારીઓ કરી છે. જો કે ફાફડા-જલેબીનો સ્વાદ માણવા ખિસ્સું થોડું વધારે હળવું કરવું પડશે. ગત વર્ષ કરતા ફાફડા-જલેબીના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે.
Ahmedabad : દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધૂરૂ મનાય છે. અમદાવાદીઓ દશેરા (Dashera) પર્વે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી (Fafda-jalebi) આરોગી જશે. અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ વિજયાદશમીના પર્વને લઈ ખાસ તૈયારીઓ કરી છે. જો કે ફાફડા-જલેબીનો સ્વાદ માણવા ખિસ્સું થોડું વધારે હળવું કરવું પડશે. ગત વર્ષ કરતા ફાફડા-જલેબીના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો- Kheda : કલાકાર ઉર્વશીના વિવાદીત નિવેદનનો જ્યોતિર્નાથ મહારાજે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
આ વર્ષે ચણાના લોટ અને ગેસના ભાવ વધ્યા છે. તો બીજી તરફ ફાફડા બનાવવા માટે ખાસ કારીગરો બોલાવવા પડે છે. જેનું મહેનતાણું વધારે ચુકવવું પડતું હોવાથી પણ ભાવ વધારો નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાવ ગમે તેટલો હોય પરંતુ અમદાવાદ સહિત રાજ્યના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ ફાફડા-જલેબીનું રેકોર્ડબ્રેક વેચાણ થવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે.