Kheda : કલાકાર ઉર્વશીના વિવાદીત નિવેદનનો જ્યોતિર્નાથ મહારાજે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
કલાકાર ઉર્વશી સોલંકીના (Urvashi Solanki) વિવાદીત નિવેદનનો જ્યોતિર્નાથ મહારાજે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યુ છે કે તેણે આરાધનના પર્વમાં સનાતન ધર્મનો વિરોધ કર્યો છે. આવી ખોટી વાતો કરીને શું સાબિત કરવા માગો છો ? સમાજની અંદર સંસ્કારનો અભાવ છે. સમગ્ર ઘટના અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાતના નડિયાદમાં કલાકાર ઉર્વશી સોલંકીએ વિવાદિત નિવેદન આપતા ગુજરાતીઓ રોષે ભરાયા છે.
Kheda : કલાકાર ઉર્વશી સોલંકીના (Urvashi Solanki) વિવાદીત નિવેદનનો જ્યોતિર્નાથ મહારાજે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યુ છે કે તેણે આરાધનના પર્વમાં સનાતન ધર્મનો વિરોધ કર્યો છે. આવી ખોટી વાતો કરીને શું સાબિત કરવા માગો છો ? સમાજની અંદર સંસ્કારનો અભાવ છે. સમગ્ર ઘટના અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો- Sabarkantha: સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો, જુઓ Video
ગુજરાતના નડિયાદમાં કલાકાર ઉર્વશી સોલંકીએ વિવાદિત નિવેદન આપતા ગુજરાતીઓ રોષે ભરાયા છે. તેણે નવરાત્રીના આયોજનમાં લોકોને સ્ટેજ પરથી કહ્યું હતુ કે, ગુજરાતીઓ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન્સ ડે નહીં પરંતુ નવરાત્રિની રાહ જુએ છે. નવ દિવસમાં તમને સાથી ન મળે તો ખરેખર ગરબા જ રમ્યા ન કહેવાય. જેમનું આ નવ દિવસમાં સેટિંગ ન થયું એ આવતી નવરાત્રીની રાહ જુએ.
કલાકાર ઉર્વશીના બફાટથી લોકો રોષે ભરાયા હતી. સાથે જ લોકોએ વિવાદિત નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. નડિયાદના સંતરામ દેરી રોડ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે TV9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો