Vadodara Video : સરસ્વતી સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી 900થી વધુ સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી
ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે. ત્યારે વડોદરાના સાવલીમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે.
ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે. ત્યારે સરસ્વતી સહાય યોજના અંતર્ગત જે સાયકલો વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની હતી તે ઘૂળ ખાઈ રહી છે. વડોદરાના સાવલીમાં સાયકલ ધૂળ ખાઈ રહી છે.
આશરે 900 સાયકલો પર 2023નું વર્ષ લખેલું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષ થી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું નથી. અધિકારીઓની મનમાની અને જોહુકમીનો વરવો કિસ્સો સામે આવ્યો છે.
સરકારના પરિપત્ર અને આદેશ ને ધોળીને પી જનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયત ના સદસ્ય ડૉ પ્યારેસાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેકટરને લેખિત માં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Latest Videos
Latest News