Devbhumi Dwarka : કલ્યાણપુરના ધુમથર ગામમાં પૂરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, તમામને કરાયા એરલિફ્ટ, જુઓ Video

Devbhumi Dwarka : કલ્યાણપુરના ધુમથર ગામમાં પૂરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, તમામને કરાયા એરલિફ્ટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2024 | 1:54 PM

નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર આવતા લોકોની મુશ્કેલી વધી છે. કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી છે. ધુમથર ગામમાં ફસાયેલા ચાર લોકોને આજે સવારે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે.નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર આવતા લોકોની મુશ્કેલી વધી છે. કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી છે. ધુમથર ગામમાં ફસાયેલા ચાર લોકોને આજે સવારે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

વરસાદે દેવભૂમિ દ્વારકાની સ્થિતિ જાણે બગાડી નાખી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ધુમથર ગામ બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદ બાદ આ ગામમાં 4 લોકો ફસાયા હતા. આ તમામનું કોસ્ટગાર્ડ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.ફસાયેલા આ તમામ લોકોનું કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એર લીફ્ટિંગ કરવામાં આવ્યું હતું.

Published on: Aug 29, 2024 01:42 PM
g clip-path="url(#clip0_868_265)">