રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ ધોધનો અદભૂત Video
ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોય શકે નહિ. તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રતનમહાલ રીંછ અભયારણ્ય. તેમા પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ અભ્યારણ્યમાં આવેલો ધોધ પ્રવાસીઓને આકર્ષતો હોય છે.

દાહોદના રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલ ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી પ્રતિબંધ મુકવામાં આવેલ ધોધને ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. ભારે વરસાદના લીધે ધોધ પર અવર-જવર કરવાનો સરકારે પ્રતિબંધ મુક્યો હતો. રતનમહાલનો આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર છે.
રીંછ અભ્યારણમાં આવેલ આ ધોધને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વન વિભાગે અહીં પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. રાત્રિ રોકાણ માટે પ્રવાસીઓ માટે ટેન્ટ હાઉસની પણ સુવિદ્યા ઉપલબ્ધ કરી છે.