સુરતમાં કોરોનાને લઇને સતર્કતા, ચેક પોસ્ટ પર શરૂ કરાયું કોરોના ટેસ્ટિંગ

સુરતમાં નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 32 હજાર 102 ટેસ્ટ પૈકી 20 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે.દિવાળીની રજાઓના કારણે ટેસ્ટિંગની કામગીરી ધીમી પડી હતી પણ હવે ફરીથી તેને વેગ આપવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:37 PM

દિવાળી(Diwali)અને નવા વર્ષના તહેવારો પૂર્ણ થતા જ સુરતથી (Surat) બહારગામ ફરવા ગયેલા લોકો વતન પરત ફરી રહ્યા છે.ત્યારે લોકોમાં કોરોના(Corona)સંક્રમણ ન ફેલાય અને જીવ ન જોખમાય તે માટે સુરત કોર્પોરેશન(Surat Corporation) સતર્ક થઇ ગયું છે. તેમજ કોરોના ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે મનપા તંત્રએ ચેકપોસ્ટ(Check Post)પર ટેસ્ટિંગની વ્યવસ્થા કરી છે.

સુરતમાં ઓક્ટોબર મહિનામાં 2 લાખ 40 હજાર કોરોના ટેસ્ટ કર્યા હતા. જે પૈકી 125 કેસ પોઝિટિવ આવ્યા હતા.જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 32 હજાર 102 ટેસ્ટ પૈકી 20 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે.દિવાળીની રજાઓના કારણે ટેસ્ટિંગની કામગીરી ધીમી પડી હતી પણ હવે ફરીથી તેને વેગ આપવામાં આવ્યો છે.

જેમાં મંગળવારે ચેકપોસ્ટ પર 1500 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા..જેમાંથી એકપણ પોઝિટિવ કેસ ન આવતા તંત્રને થોડી રાહત થઈ હતી.

આ દરમ્યાન દિવાળી બાદ રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 14 થી 25 આસપાસ નોંધાતા નવા કેસોમાં આજે 10 નવેમ્બરે છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના નવા 42 કેસો નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8 લાખ 26 હજાર 826 થઇ છે અને મૃત્યુઅંક 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 અને અત્યાર સુધીમાં કુલ 8,16, 521 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ 215 થયા છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો : અમદાવાદના સરસપુરના સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રસ્ત, તંત્ર પર લગાવ્યો બેદરકારીનો આક્ષેપ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">