Kheda Video : કલાકાર ઉર્વશી સોલંકીનું વિવાદિત નિવેદન “વેલેન્ટાઇનમાં નહીં, નવરાત્રીમાં કરો સેટિંગ”
નડિયાદમાં કલાકાર ઉર્વશી સોલંકીએ વિવાદિત નિવેદન આપતા ગુજરાતીઓ રોષે ભરાયા છે. લોકોએ કલાકાર ઉર્વશી સોલંકીના વિવાદિત નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. નડિયાદના સંતરામ દેરી રોડ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. TV9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. કલાકાર ઉર્વશીના વિવાદીત નિવેદનનો જ્યોતિર્નાથ મહારાજે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે આરાધનના પર્વમાં સનાતન ધર્મનો વિરોધ કર્યો છે.
Kheda : કલાકાર ઉર્વશીએ માતાની આરાધના નવરાત્રી (Navratri) ઉત્સવને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. નડિયાદમાં લોકોને સ્ટેજ પરથી કહ્યું, ગુજરાતીઓ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન્સ ડે નહીં પરંતુ નવરાત્રિની રાહ જુએ છે. નવ દિવસમાં તમને સાથી ન મળે તો ખરેખર ગરબા જ રમ્યા ન કહેવાય અને જેમનું આ નવ દિવસમાં સેટિંગ ન થયું એ આવતી નવરાત્રિની રાહ જુએ.
આ પણ વાંચો Kheda: કપડવંજમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત, જુઓ Video
નડિયાદમાં કલાકાર ઉર્વશી સોલંકીએ વિવાદિત નિવેદન આપતા ગુજરાતીઓ રોષે ભરાયા છે. લોકોએ કલાકાર ઉર્વશી સોલંકીના વિવાદિત નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. નડિયાદના સંતરામ દેરી રોડ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. TV9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
કલાકાર ઉર્વશીના વિવાદીત નિવેદનનો જ્યોતિર્નાથ મહારાજે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે આરાધનના પર્વમાં સનાતન ધર્મનો વિરોધ કર્યો છે. આવી ખોટી વાતો કરી શું સાબિત કરવા માગો છો. સમાજની અંદર સંસ્કારનો અભાવ છે. સમગ્ર ઘટના અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે.