Kheda: કપડવંજમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત, જુઓ Video
છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરની વ્યક્તિઓમાં હાર્ટ એટેકની (Heart attack) ઘટનાઓ સામે આવી રહી છે. દિવસે દિવસે આ ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી તો ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં ગરબા રમતા સમયે 17 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
Kheda : છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરની વ્યક્તિઓમાં હાર્ટ એટેકની (Heart attack) ઘટનાઓ સામે આવી રહી છે. દિવસે દિવસે આ ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી તો ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં ગરબા રમતા સમયે 17 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
ખેડા જિલ્લાના કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં જાણીતા સમાજ સેવક રિપલ શાહનો દીકરો વીર શાહ પણ ગરબા રમી રહ્યો હતો. જો કે ગરબા રમતા સમયે 17 વર્ષના યુવાન સાથે ગરબા રમતા સમયે અચાનક અજીબ ઘટના બની હતી. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ હતુ.
જે પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીત હાર્ટ એટેકથી તેનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. શારિરીક રીતે સ્વસ્થ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો