Surat Video : ચેન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ, 6 આરોપીની ધરપકડ કરી 3.36 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
સુરતમાં આતંક મચાવનાર ચેન સ્નેચિંગ કરતી ગેંગ પોલીસ સકંજામાં આવી ગઈ છે. પોલીસે ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 સભ્યોને ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ ગેંગએ સુરતમાં તરખાટ મયાવ્યો હતો. ત્યારબાદ 40 દિવસ સુધી ટ્રેસ કર્યા બાદ પોલીસને મોટી સફળતા મળી છે. સ્નેચિંગ અને ચોરી સહિતના 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી ચોરીની બાઈક પણ જપ્ત કરાઈ છે.
Surat : સુરતમાં આતંક મચાવનાર ચેન સ્નેચિંગ કરતી ગેંગ પોલીસ સકંજામાં આવી ગઈ છે. પોલીસે ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 સભ્યોને ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ ગેંગએ સુરતમાં તરખાટ મયાવ્યો હતો. ત્યારબાદ 40 દિવસ સુધી ટ્રેસ કર્યા બાદ પોલીસને મોટી સફળતા મળી છે.
સ્નેચિંગ અને ચોરી સહિતના 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી ચોરીની બાઈક પણ જપ્ત કરાઈ છે. મહત્વનું છે કે તમામ આરોપીઓ રીઢા ગુનેગાર જેઓ 100 જેટલા ગુના આચરી ચૂક્યા છે. આ ગેંગ રાહદારીઓના ગળામાં પહેરેલી ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી 3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Latest Videos
Latest News