Surat: ડભોલી વિસ્તારમાં દેવીપૂજક સમાજના મંદિરને આગ લગાડાતા રોષ, ઘટનાને પગલે પોલીસના અધિકારીઓ પહોંચ્યા, જુઓ Video
સુરતના ડભોલી વિસ્તારમાં દેવીપૂજક સમાજના મંદિરની દેરીઓમા આગ લગાડવાની ઘટના ઘટવાને લઈ હવે રોષ ફાટી નિકળ્યો છે. સ્થાનિક દેવી સમાજના લોકોએ આ અંગે સ્થાનિક પોલીસ સમક્ષ રજૂઆત કરી છે અને આગ લગાડવાનુ કૃત્ય કરનારા આરોપીઓને ઝડપીને જેલના હવાલે કરવાની માંગ કરવામાં આવી છે. બપોરના અરસા દરમિયાન આ પ્રકારને આગ લગાડવામાં આવી હોવાને લઈ સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચોઃ GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો, 1 લાખ રુપિયાની માંગી હતી લાંચ, કચેરીમાં જ પૈસા સ્વિકાર્યા
અહીં વર્ષોથી આ મંદિરમાં દેવી સમાજના લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. દેવીપૂજક સમાજના લોકો માટે આ શ્રદ્ધાનુ સ્થાન છે. જ્યાં સ્થાનિક જમીન માલિક દ્વારા મંદિરમાં બપોરના અરસા દરમિયાન આગ લગાડવામાં આવી હતી. દેવીપૂજક સમાજના લોકોનો રોષ વ્યાપ્યા બાદ પોલીસની ટીમો દોડી આવી હતી. લોકોની રજૂઆતને આધારે આખરે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી શરુ કરી હતી. આમ હવે સ્થાનિકોએ આમ કરનારા આરોપીને ઝડપથી ઝડપી લેવા માટે માંગ કરી છે.