Surat: બાંગ્લાદેશથી ભારતમાં ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટ સાથે 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષોને સુરત પોલીસે ઝડપી પાડ્યા

બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે, પોલીસે ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ, જન્મદાખલાઓ કબજે કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બાંગ્લાદેશની સ્તખીરા બોર્ડરથી ભારતમાં ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટની પણ પોલીસે ધરપકડ કરી છે. 

Surat: બાંગ્લાદેશથી ભારતમાં ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટ સાથે 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષોને સુરત પોલીસે ઝડપી પાડ્યા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 13, 2023 | 6:02 PM

ભારતમાં ઘુસણખોરી કરાવનાર રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતમાં એસઓજી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી બાંગલાદેશનો વતની એવા તરીકુલ ખોખોન મંડલ તેની પત્ની બોબી, માફીઝૂર રહેમાન,  અકરમ મિયા , સુમોના શહીદુલ શેખ, મો. ફઝલરબ્બી અબ્દુલ રઝક, શરીફાખાતુન નવાબઅલી ની ધરપકડ કરી હતી, પોલીસે ઝડપાયેલા બાંગ્લાદેશીઓની ઉડાન પૂર્વકની પૂછપરછ કરતા તમામ આરોપીઓને બંગલાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘુસાડી સુરત ખાતે લાવનાર મુખ્ય એજન્ટ ઈબ્રાહીમ ઉર્ફે રાજ તોબીબાર શેખની પણ પોલીસે ધરપકડ કરી હતી

આરોપીની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સુરત ખાતે મહિલાઓ પાસે સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરાવતો હતો. આ માટે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારની મહિલાઓને તથા પુરુષોને વધારે પગાર આપવાની લાલચ આપી મહિલાઓને યેનકેન પ્રકારે તૈયાર કરી બાંગ્લાદેશના સત્ખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાવથી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવાતો હતો અને બાદમાં કલકત્તાથી ટ્રેન તેમજ પ્લેન મારફતે લાવી સુરત શહેર તેમજ જિલ્લાના આસપાસના વિસ્તારમાં દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલા ઈસમોનો સંપર્ક કરાવ્યો.  મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવી તેની આવકમાંથી પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.

તમામ પકડાયેલા લોકો બાંગ્લાદેશી તરીકે પકડાઈ ન જાય તે માટે અમદાવાદ ખાતે રહેતા સાહીદખાન મુસ્તુફાખાન મારફતે ભારતીય ઓળખ અંગેના ખોટા પુરાબા બનાવડાવ્યા હતા, આ બનાવમાં પોલીસે આરોપી સાહિદ ખાન મુસ્તુફાખાનને વોન્ટેડ જાહેર કર્યો છે.  પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ છેલ્લા બે વર્ષથી સુરતમાં અલગ અલગ જગ્યાએ સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, આરોપી ઈબ્રાહીમ ઉર્ફે રાજ તોબીબાર શેખ બોર્ડર ક્રોસ કરાવવાના વ્યક્તિ દીઢ 90 હજાર રૂપિયા લેતો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો :  વરાછામાં ઝોનમાં ACBની સફળ ટ્રેપ, શહેરી વિકાસ વિભાગના અધિકારી રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

કબજે કરવામાં આવેલો મુદામાલ

  • મોબાઈલ ફોન નંગ- 5
  • ભારતીય આધારકાર્ડની પી.સી.વી, કોપી નંગ- 8
  • ભારતીય પાનકાર્ડની પી.સી. વી. કોપી નંગ- 3
  • બાંગ્લાદેશના પાસપોર્ટની (કલર ઝેરોક્ષ) નંગ- 1
  • બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની લેમીનેશન કોપી નંગ- 2
  • બાંગ્લાદેશી જન્મના દાખલા કલર ઝેરોક્ષ નંગ- 3
  • ભારતીય અસલ જન્મના દાખલાની લેમીનેશન કોપી નંગ –  1
  • DUTCH-BANGLA MAN નું ATMs-OWING CID નંગ- 1
  • બાંગ્લાદેશનું કોવીડ- ૧૯ વેક્સીન સર્ટી. ની લેમિનેશન કોપી નંગ- 1
  • બાંગ્લાદેશનું સ્કૂલનું બોર્ડ એડમીટ કાર્ડની લેમિનેશન કોપી નંગ- 1
  • બાંગ્લાદેશી નિકાહનામા ની કલર ઝેરોક્ષ નંગ – 1

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">