AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં ભાજપનો દબદબો યથાવત, ત્રણ વોર્ડમાં આખી પેનલ વિજેતા થતા રાજકીય સંદેશ સ્પષ્ટ, Watch Video

Breaking News: સુરતમાં ભાજપનો દબદબો યથાવત, ત્રણ વોર્ડમાં આખી પેનલ વિજેતા થતા રાજકીય સંદેશ સ્પષ્ટ, Watch Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2026 | 11:47 AM
Share

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભાજપને જબરદસ્ત સમર્થન મળ્યું છે અને ખાસ કરીને ત્રણ મહત્વપૂર્ણ વોર્ડમાં આખી પેનલ વિજેતા બનતા કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.

વોર્ડ નંબર 14 ઉમરવાડા-માતાવાડીમાં ભાજપની આખી પેનલને મતદાતાઓએ જીત અપાવી છે. આ જીતે વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ ફરી સાબિત કરી છે. બીજી તરફ વોર્ડ નંબર 19 આંજણા-ડુંભાલમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કરીને જીત નોંધાવી છે.

મતદાતાઓનો વિકાસ પર વિશ્વાસ

વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણમાં પણ ભાજપની આખી પેનલ વિજેતા બનતા પક્ષનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે. સતત ત્રણ વોર્ડમાં મળેલી આ સફળતાને મતદાતાઓનો વિકાસ પર વિશ્વાસ તરીકે જોવામાં આવી રહી છે.

સુરતમાં ભાજપના આ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે શહેરમાં ભાજપનો દબદબો હજુ યથાવત છે. ચૂંટણી પરિણામો બાદ પક્ષ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. હવે બાકીના પરિણામો પર પણ સૌની નજર છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી

Published on: Apr 28, 2026 11:26 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">