પોલીસની આખમાં ધૂળ નાખવા બુટલેગરોએ ગુજરાતમાં દારુ ઘૂસાડવા અપનાવ્યો નવો નુસ્ખો, પરંતુ પોલીસે ઝડપી લીધો જથ્થો, જુઓ વીડિયો
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી 114 દારુની બોટલ ઝડપાઇ છે. સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી કારમાંથી ચોર ખાનામાં સંતાડી લઈ જવાતો દારુ ઝડપાયો છે.
મહીસાગર : સમગ્ર વિશ્વની જેમા ગુજરાતમાં પણ 31 ડિસેમ્બરની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. જો કે 31 ડિસેમ્બરની ઉજવણી દારુની છોળો સાથે આજના યુવાનો કરે તે માટે બુટલેગરો મથતા હોય છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ સતર્ક બની છે. 31 ડિસેમ્બર પહેલાં જ દારૂની હેરાફેરી થતી પોલીસે ઝડપી લીધી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી 114 દારુની બોટલ ઝડપાઇ છે.સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી કારમાંથી ચોર ખાનામાં સંતાડી લઈ જવાતો દારુ ઝડપાયો છે. બ્રેક લાઈટમાં તેમજ સીટની નીચેના ભાગમાં ચોરખાનું બનાવ્યું હતું. જેમાંથી પોલીસે વિદેશી દારૂની 114 બોટલ ઝડપી પાડી છે.
આ પણ વાંચો- ચાના ચક્કરમાં નોકરીમાંથી સસ્પેન્ડ, AMTSના કંડક્ટરે ફરજ દરમિયાન બસ ઊભી રાખી પીધી હતી ચા, જુઓ વીડિયો
પોલીસે 3 લાખથી વધુના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભિયારામ દેવરામ ચૌધરી રાજસ્થાનનો રહેવાસી છે. આરોપી દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લઈ જતો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો