AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Video: પર્યાવરણ પ્રેમીઓ માટે બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 50થી 100 વર્ષ જૂના વૃક્ષ જોવા મળશે

Ahmedabad Video: પર્યાવરણ પ્રેમીઓ માટે બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 50થી 100 વર્ષ જૂના વૃક્ષ જોવા મળશે

Narendra Rathod
| Edited By: | Updated on: Mar 03, 2024 | 1:45 PM
Share

પર્યાવરણ પ્રેમી અમદાવાદીઓ માટે ફ્લાવર શો બાદ બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન બોનસાઈ ટ્રી અને ટ્રોપીયોરી ફેસ્ટિવલ યોજાશે. સીંધુભવન ઓક્સિજન પાર્ક પાસે આ ફેસ્ટિવલ યોજાશે.

પર્યાવરણ પ્રેમી અમદાવાદીઓ માટે ફ્લાવર શો બાદ બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન બોનસાઈ ટ્રી અને ટ્રોપીયોરી ફેસ્ટિવલ યોજાશે. સીંધુભવન ઓક્સિજન પાર્ક પાસે આ ફેસ્ટિવલ યોજાશે.જેમાં 50થી 100 વર્ષનું આયુષ્ય ધરાવતા 750 બોનસાઈ વૃક્ષો જોવા મળશે. કુદરતી રીતે 50 ફૂટ કરતા વધુ ઉંચા વૃક્ષો વામન સ્વરૂપે 3-4 ફૂટમાં જોવા મળશે.

મહત્વનું છે કે વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોનસાઈ વૃક્ષો તૈયાર કરવામાં આવે છે. ત્યારે દેશમાં પ્રથમવાર જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર બોનસાઈ વૃક્ષો પ્રદર્શનમાં મૂકાશે. જેમાં ઓલિવ, વડ, પીપળ, એડેનિયમ, લેગોસ્ટ્રોમીયા, ખાટી આંબલી, ફ્રૂટ ટ્રી વામન સ્વરૂપમાં જોવા મળશે. જેની કિંમત 15 હજારથી લઈ 5 લાખ રૂપિયા સુધીની હશે. બોનસાઈ ફેસ્ટિવલ સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલશે. જેની એન્ટ્રી ફી 50 રૂપિયા ચૂકવવાની રહેશે.

બોનસાઈ એટલે શું ?

બોનસાઈનો અર્થ જાપાનીઝમાં “વામન છોડ” થાય છે. તે એક જાપાની કળા દ્વારા નાના કદના પરંતુ આકર્ષક દેખાવ આપવાની તકનીક છે. આ લઘુચિત્ર છોડ કુંડામાં ઉગાડી શકાય છે. આ કળામાં છોડને સુંદર આકાર આપવો, પાણી આપવાની વિશેષ પદ્ધતિઓ અને તેને એક વાસણમાંથી બહાર કાઢી બીજા વાસણમાં રોપવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ વામન છોડને સમૂહમાં રાખીને ઘરને લીલાછમ બગીચામાં ફેરવી શકાય છે. બોન્સાઈના છોડ વાસણમાં એવી રીતે ઉગાડવામાં આવે છે કે તેમનું કુદરતી સ્વરૂપ જળવાઈ રહે પરંતુ તે કદમાં વામન રહે છે. બોંસાઈ આખા ઘરમાં ગમે ત્યાં મૂકી શકાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">