ભાજપની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા વલસાડમાં પ્રવેશી, કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા હાજર રહ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા તૈયારીઓ આખરી તબક્કા છે.જેમાં હાલ ભાજપ દ્વારા રાજયભરના ગુજરાત ગૌરવ યાત્રાની (Gujarat Gaurav Yatra) શરૂઆત કરવામાં આવી છે. જે અંર્તગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 13 ઓકટોબરના રોજ ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાની શરૂઆત કરાવી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 10:33 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા તૈયારીઓ આખરી તબક્કા છે.જેમાં હાલ ભાજપ દ્વારા રાજયભરના ગુજરાત ગૌરવ યાત્રાની (Gujarat Gaurav Yatra) શરૂઆત કરવામાં આવી છે. જે અંર્તગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 13 ઓકટોબરના રોજ ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાની શરૂઆત કરાવી હતી. જેમાં ભાજપની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા વલસાડ(Valsad)  જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં કપરાડા અને ધરમપુર વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાઓ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીયપ્રધાન અર્જુન મુંડા અને રાજ્યના આદિજાતિ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન નરેશ પટેલ સહિત જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. અને વિરોધી પાર્ટી કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ આદિવાસીઓના વિકાસ અને કલ્યાણ માટે ચાલતી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. અને ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી રાજનીતિમાં ઉમરગામથી અંબાજીની આદિવાસી  વોટ બેંકને અંકે  કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સંબોધન દરમિયાન તેમણે વિવિધ આદિવાસી વિસ્તારના કરેલા કામો લોકો સમક્ષ વર્ણવી હતી.દેશના ગૃહ પ્રધાન અમિત શાહે  પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર મુદ્દે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

₹1,00,000 કરોડ આદિવાસીઓ માટે ફાળવ્યા

તેમણે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી હોવાની વાત પોતાના સંબોધન દરમિયાન કરી હતી દેશના 9 કરોડ આદિવાસી ભાઈઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ કરીને તેમના વિકાસની વાતો કરી છે ₹1,00,000 કરોડ આદિવાસીઓ માટે ફાળવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહ એ આદિવાસીઓ માટે જમીનની સનત, આદિવાસી યુનિવર્સિટીઓ ટ્રાઇબલ મ્યુઝિયમ, કોરોના દરમિયાન મફત અનાજ, 24 કલાક વીજળી, 98 ટકા ગામોમાં રસ્તાઓ, મેડિકલ કોલેજો, 16 લાખ વિદ્યાર્થીઓને ₹500 કરોડ સ્કોલરશીપ, સિકલ માટે મહિને રકમ આપવાની યોજના ની વાત કરી હતી .

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">