સુરતમાં લાંચ આપ્યા સિવાય GSTના કામ ના થતા હોવાનો CA એસોસિએશનનો આક્ષેપ
રજીસ્ટ્રેશન માટે રૂપિયા 3000ની લાંચ માગવામાં આવે છે. એસેસમેન્ટ માટે રૂપિયા 15000 સુધીની લાંચ માગવામાં આવે છે. તેમજ વેપારીઓના રિફંડ અંગે દોઢ ટકા સુધીના કમિશનની લાંચ માંગવામાં આવે છે. જો આ લાંચ આપવામાં ના આવે તો સમયસર કામ થતા નથી.
સુરતમાં જીએસટીને લગતું કાઈ પણ કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે. આ આક્ષેપ CA એસોસિએશને કર્યો છે. CA એસોસિએશને આ અંગે કમિશનર SGST, નાણાં મંત્રી ગુજરાત રાજ્ય અને CBSI ચેરમેનને પત્ર લખ્યો છે કે, સુરતમાં SGSTમાં લાંચ સિવાય કોઈ કામ કરવામાં આવતું નથી.
સુરત CA એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, GST ના કામો કરવા માટે સંબધિત કર્મચારી કે અધિકારીને લાંચ આપવી પડે છે અન્યથા સમય પસાર કરીને વેપારીને હેરા પરેશાન કરવામાં આવે છે. CA એસોસિએશનના પદાધિકારીનું કહેવુ છે કે, રજીસ્ટ્રેશન માટે રૂપિયા 3000ની લાંચ માગવામાં આવે છે. એસેસમેન્ટ માટે રૂપિયા 15000 સુધીની લાંચ માગવામાં આવે છે. તેમજ વેપારીઓના રિફંડ અંગે દોઢ ટકા સુધીના કમિશનની લાંચ માંગવામાં આવે છે. જો આ લાંચ આપવામાં ના આવે તો સમયસર કામ થતા નથી. ફાઈલોને એમને એમ રાખી મુકે છે. જેથી વેપારીઓ હેરાન પરેશાન થાય છે અને ના છુટકે લાંચ આપવા માટે મજબૂર બને છે.
જીએસટીના કામમાં લાંચ વિના કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અને લાંચ લેનારા કર્મચારીઓ કે અધિકારીઓ સામે પગલા ભરવા માટેનો એક પત્ર CA એસોસિએશને, ગુજરાતના નાણાં પ્રધાન, SGST કમિશનર અને CBSIના ચેરમેનને લખ્યો છે.