Cyclone Biparjoy: કંડલા પોર્ટના તમામ કામદારોનું સ્થળાંતર, શેલ્ટર હોમમાં કરાઈ 200થી 250 લોકોની ભોજનની વ્યવસ્થા

Cyclone Biparjoy: કંડલા પોર્ટના તમામ કામદારોનું સ્થળાંતર, શેલ્ટર હોમમાં કરાઈ 200થી 250 લોકોની ભોજનની વ્યવસ્થા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 11:53 AM

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જ્યારે કંડલા પોર્ટ પર કામગીરી બંધ થઈ ગઈ છે.

Cyclone Biparjoy : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જ્યારે કંડલા પોર્ટ પર કામગીરી બંધ થઈ ગઈ છે. ત્યારે દેશના સૌથી વ્યસ્ત પોર્ટ પર કામગીરી કરતાં લોકોની વ્યવસ્થા કરવી એ પ્રાથમિકતા બની જાય છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy: આર્મીની રેસ્ક્યુ ટીમ દ્વારકા જવા માટે રવાના, જુઓ VIDEO

આ આફતની સ્થિતિમાં પોર્ટ પરના 6 હજારથી વધુ કામદારોનું સ્થળાંતર કરાયું છે. Y-જેટી 8 નંબરથી તમામને શેલ્ટર હોમમાં સુરક્ષિત રખાયા છે. શ્રમિકો જીવન જરૂરિયાતના સામાન સાથે શેલ્ટર હોમમાં આવ્યા છે. જ્યાં નાના બાળકો પણ છે. શેલ્ટર હોમમાં મોટાપાયે લોકો હોવાને કારણે મોટાપાયે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. સવાર અને સાંજ અહીં 200થી 250 લોકોનું ભોજન તૈયાર થાય છે. સાથે જ અનેક લોકો આફતના સમયે સેવામાં જોડાયા છે.

ભોજન વ્યવસ્થામાં 25થી 30 લોકો સેવામાં સતત કાર્યરત છે. એવું અનુમાન છે કે વાવાઝોડું ટકરાયા બાદ 3થી 4 દિવસ બાદ પરિસ્થિતિ થાળે તેવી સંભાવના છે. ત્યાં સુધી તમામ લોકોને શેલ્ટર હોમમાં સુરક્ષિત રખાશે.

 

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">