બનાસકાંઠાઃ સરહદી વિસ્તારના ત્રણ તાલુકાઓમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, જાણો કેમ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આગામી ત્રણ દિવસ પાણી કાપ રહેનારો છે. વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના 83 જેટલા ગામોને પાણી આપવામાં નહીં આવે. જેને લઈ તંત્રએ પણ વિસ્તારના લોકોને પાણી કાપને લઈ પાણીનો યોગ્ય જરુરિયાત મુજબ સંગ્રહ કરવા માટે અપીલ કરી છે. પાણી પૂરવઠા દ્વારા સમારકામને લઈ પાણી કાપ જાહેર કરવામા આવ્યો છે.
આગામી 14 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ત્રણ તાલુકાના લોકોને પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. બીકે-2 યોજનાના ફિલ્ટર પ્લાન્ટ સહિતના સમારકામને લઈ પાણીનો કાપ જાહેર કરવામા આવ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પાણીની આ યોજના દ્વારા મળતો જળ જથ્થો બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી
બુધવારથી દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય વોટર લાઈનનું સમારકામ હાથ ધરાનારા છે. લગભગ 83 જેટલા ગામના લોકોને પાણીનો જથ્થો નહીં મળે. વાવ તાલુકાના 39, સુઇગામના 29 અને થરાદ તાલુકાના 15 ગામોને આ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને અપીલ કરી છે. જે મુજબ જરુરિયાત મુજબ પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે અને ઓછો વપરાશ કરવામાં આવે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos